કર્મનો સીદ્ધાંત

આટઆટલાં દમન–શોષણ છતાં ભારતમાં ક્રાંતી કેમ નથી થતી? દુ:ખગ્રસ્ત– યાતનાગ્રસ્ત લોકો મુંગા મોઢે ઘોર અન્યાય કેમ સહન કરી લે છે? વર્ષોના ગોબેલ્સ–પ્રચાર દ્વારા તેઓનાં મનમાં શું ઠસાવી દેવામાં આવ્યું છે? વીભાગ : 03 પુરાણા ખ્યાલો :                                   કર્મનો સીદ્ધાંત –રમણ પાઠક (વાચસ્પતી) “અહીં બીજા કેટલાક પ્રશ્નો ઉદભવે છે : આપણાં કર્મોનો હીસાબ કોણ રાખે છે? આવી […]

કર્મનો સીદ્ધાંત

ઘીનો ગુનાહીત બગાડ

રહી રહીને એ સવાલ પજવ્યા કરે છે કે નાના બાળકને જે વાત સમજાય છે, એ વાત મોટા લોકને કેમ સમજાતી નહીં હોય? આપણા લેખકો–કવીઓ ગામડાના અલ્પશીક્ષીત લોકોની હૈયાસુઝ અને ડહાપણનું બાષ્પીભવન કેમ થઈ જાય છે? બ્રહ્મસ્વરુપ ખાદ્યાન્નનો ગુનાહીત બગાડ ક્યારે અટકશે? આ વેદના અરુણ્યરુદન ન બની રહેતાં આપણાં દીલ–દીમાગને થોડી ઢંઢોળશે એવી આશા રાખી શકાય […]

ઘીનો ગુનાહીત બગાડ

મીરાંબહેનને દર નવરાત્રીમાં ખરેખર ‘માતા’ આવતાં?

સુરતના મીરાંબહેનને દર નવરાત્રીમાં રોજ રાત્રે અચુક ‘માતા’ આવતાં. દર વર્ષે સેંકડો માણસો આ ‘માતા’ના દર્શને જતા હતા. મીરાંબહેનનો આ કીસ્સો, સંશોધનની વીગતો અને તારણો તથા આવા માનસીક રોગોને દુર કરવા માટે કયો બદલાવ જરુરી છે તે પ્રસ્તુત છે…

મીરાંબહેનને દર નવરાત્રીમાં ખરેખર ‘માતા’ આવતાં?

ઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વરના અસ્તીત્વનો પુરાવો નથી

આયુષ્યના 45મે વરસે અનેક અનુભવ, ગહન અભ્યાસ, ચીન્તન–મનન અને સંશોધનને અન્તે આસ્તીકમાંથી રૅશનાલીસ્ટ થયેલા નીવૃત્ત શીક્ષક, વીદ્વાન, ચીન્તક અને લેખક એન. વી. ચાવડાએ ઉચ્ચકોટીના વીદ્વાન, ઉમદા સમાજહીત ચીંતક અને લેખક દીનેશ પાંચાલનો લેખ ‘અનુભુતી ઈશ્વરનો આધાર કાર્ડ’નો આપેલ એકદમ બુદ્ધીગમ્ય, તર્કબદ્ધ  જવાબ સાદર…

ઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વરના અસ્તીત્વનો પુરાવો નથી

રૅશનાલીઝમ અને લાગણી

જાણીતા શીક્ષણવીદ ડૉ. ગુણવંત શાહે ‘પ્રા. રમણ પાઠક આસ્તીક છે’ એવું અમુક સભામાં બે જ મીનીટમાં સીદ્ધ કરવાનો પડકાર ફેંક્યો હતો? શું તેઓએ એ પડકાર સીદ્ધ કર્યો? શું રૅશનાલીસ્ટો લાગણીહીન હોય છે?

રૅશનાલીઝમ અને લાગણી

ઉઠો, જાગો અને ઉઠમણું કરો : મૌત કે બાદ, કૈસે કરેં યાદ?

આજકાલ અંજલી આપવાના અનેક પ્રકારો ફુલ્યા–ફાલ્યા છે. એક જાણીતી વ્યક્તી જતી રહે ત્યારે તમે એનું શું યાદ કરશો? મરી ગયેલા મહાનુભાવ વીશે મીડીયામાં કે સાહીત્યમાં કોઈપણ સ્વસ્થ ચર્ચા થાય એ વેલકમ–એ–કાબીલ છે; પણ અકસર બાલીશ બહેસમાં એ મુદ્દા–એ–મૌતનાં મર્યાદા–એ–સંસ્કાર જળવાય છે?

ઉઠો, જાગો અને ઉઠમણું કરો : મૌત કે બાદ, કૈસે કરેં યાદ?

દુ:ખી થવાના કેટલાંક ગેરેન્ટેડ ઉપાયો

‘જીવન સરિતાને તીરે..’ ‘ગુજરાતમિત્ર’ના સૌજન્યથી સાભાર -દિનેશ પાંચાલ Mo: 94281 60508

એક પરિચિત વ્યક્તિએ હૈયાવરાળ ઠાલવી: ‘આ કાતિલ મોંઘવારીમાં જીવવાનું અઘરુ બની ગયું છે. તમે નહીં માનો પણ ભગવાનને પણ છેતરવા પડે છે. મેં દર મહિને સવા એકાવનનો મનીઓર્ડર વિરપુર અને સવા એકાવનનો મનીઓર્ડર ભૂવનેશ્વરી મોકલવાનો ટેક રાખ્યો હતો; પણ બે મહિનાથી હું પૈસા મોકલી શકતો નથી. અમદાવાદમાં કાકા માંદા પડ્યા ત્યાં ખબર કાઢવા જવું પડ્યું. વાપીમાં ફૂવા સસરાના દીકરાની જનોઈનો પ્રસંગ આવી પડ્યો. એ ઉપરાંત ચારેક સગાંને ત્યાં લગ્ન નીકળ્યા, ત્યાં માત્ર ચાંલ્લાથી પતે એમ નહોતું, એથી મોંઘી ગીફ્ટ પણ લેવી પડી. દીકરીની નણંદને ત્યાં બાબો આવ્યો. ખાલી હાથે રમાડવા ઓછું જવાય? એટલે બાબાશૂટ, ગોદડી, રમકડાં વગેરે ખરીદવું પડયું. મારી બીમારીનું પંચોતેર હજારનું દેવુ તો હજી ઊભું છે ત્યાં દીકરાને ડેંગ્યુ થયો તેમાં થોડું ઓર દેવુ થયું. આવતે મહિને બબ્બે બહેનોને ત્યાં મોસાળા કરવાના છે, એથી ઘરનું ધાબુ આ વર્ષે પણ રિપેર કરાવી શકાય એમ નથી. સાલી આ તે કાંઈ જિંદગી છે..? કમાનારો હું એકલો અને છ જણા ખાવાવાળા. ઉપરથી બધાં સામાજિક વહેવારો નીભાવવાના.. તમે જ કહો એક તલમાંથી કેટલું તેલ નીકળે?’
દોસ્તો, આ વાત ભલે એક વ્યક્તિની છે પણ વ્યથા આખા સમાજની છે. કેટલાંક માણસો એવા અંદ્ધશ્રદ્ધાળુ હોય છે કે ઘરના ખર્ચાને પહોંચી વળાતું નથી અને દેવી દેવતાના મંદિરે મનીઓર્ડર કરે છે. કેમ જાણે તેમને પૈસા ન મોકલવાથી દેવો ભૂખ્યા ના રહી જવાના હોય..! આવક ઓછી હોય, ખાનારા ઘણાં હોય, ઉપરથી અબૌદ્ધિક જીવનશૈલીને કારણે ઘરનું બજેટ ડિસઓર્ડર થઈ જતું હોય છે. આ સ્વનિર્મિત સમસ્યા ગણાય. પણ તેનો દોષ તેઓ નસીબને માથે ઠાલવે છે. અમારા બચુભાઈ કહે છે: ‘માણસને ઓછા પૈસાના દુ:ખો કરતાં ઓછી બુદ્ધિના દુ:ખો બહુ કનડે છે.’ એ સંદર્ભે રૂમાગોનું એક બહુ અર્થસભર કથન યાદ આવે છે. રૂમાગોએ કહ્યું છે: ‘બુદ્ધિશાળી માણસ બુદ્ધિથી પૈસાદાર બની શકે છે પણ પૈસાદાર માણસ પૈસાથી બુદ્ધિશાળી બની શકતો નથી.’ માણસમાં બુદ્ધિ હોવી એ ઈશ્વરનો સર્વોત્તમ આશીર્વાદ છે. ઈશ્વર ક્યાંય દેખાતો નથી પણ જગતમાં ઠેરઠેર બુદ્ધિના ચમકારા દેખાય છે. એ ચમકારામાં ઈશ્વરનું ઐશ્વર્ય છૂપાયેલું છે.
હવે એક બીજા માણસની વાત સાંભળો. આમ તો એ આસ્તિક છે પણ સુધારાવાદી વિચારો ધરાવતો હોવાથી એણે કદી ઘરમાં કથા–કિર્તન, હોમ–હવન, વાસ્તુ, નવચંડી યજ્ઞ કે પૂજા–પાઠ વગેરે કરાવ્યાં નથી. તેમને બે જ દીકરા છે. બન્નેના લગ્ન અત્યંત સાદાઈથી કર્યા. ન બેન્ડવાજા વગડાવ્યા કે ન જાહેર માર્ગો પર દશ હજાર ફટાકડાની લૂમ સળગાવી. કોઈ સગાંઓને બોલાવ્યા નહીં. (સંબંધના હિસાબે મહોલ્લાના લોકો ચાંલ્લો કે ભેટ સોગાદ લઈને આવ્યા પણ તે સૌને પણ તેણે બે હાથ જોડીને ના કહી) પ્રથમથી જ એ ઉફરાયેલા ઘેટાંની જેમ ચીલો ચાતરીને ચાલનારો માણસ હતો. એના દીકરાઓ નાના હતા ત્યારે તેમની બાબરી કે જનોઈ સુદ્ધાં એણે કરાવી ન હતી. ટૂંકમાં રિવાજ કે સામાજિક વહેવારના નામે તેણે કાણી પાઈ ખર્ચી નહોતી. તે કહે છે: ‘મને હંમેશાં સમજાયું છે કે કોઈએ સમાજની બીકે સામાજિક કારવહેવારમાં આંધળો ખર્ચ કરવો જોઈએ નહીં. આપણે સમાજમાં કાંઈ ખોટું ના કરતાં હોઈએ તો સમાજની રતિભાર બીક રાખવાની જરૂર નથી. જૂની પેઢીના વડીલો બહુધા રૂઢિચૂસ્ત હોય છે. તેઓ તેમના જુનવાણી વિચારોને કારણે પોતે ખોટા ખર્ચા કરે છે અને બીજાનેય તેમ કરવાની ફરજ પાડે છે.
દોસ્તો, સમાજની બીકે દેવુ કરીનેય ખોટા કારવહેવાર કરતા માણસોને દુ:ખી થતાં ભગવાન પણ રોકી શકતો નથી. ઉપર જેમની વાત કરી એ ભાઈ તો કંઈકે ઠીકઠાક છે પણ એક બીજા ભાઈની વાત સાંભળો. આર્થિક રીતે એ ઘણો ગરીબ છે. પોતાના માંદા દીકરાની દવા માટે મફત દવા આપતું ધર્મદા દવાખાનુ શોધતો ફરે છે પણ બીજી તરફ એ મહાશયે દર મહિને તિરુપતિ અને ડાકોર જવાનો ધાર્મિક ટેક રાખ્યો છે એથી નોકરીમાંથી કપાત પગારે રજા લઈને પણ જાય છે. (તેને વિશ્વાસ છે કે એ બન્ને દેવની સહિયારી કૃપાથી તેને પ્રમોશન મળશે) આવા ઈરેશનલ વિચારો ધરાવનારા લોકોથી અડધો દેશ ભરેલો છે. દીવાળીમાં સ્ત્રીઓ આંગણામાં રંગોળી પૂરતાં પહેલા આંગણું ઠીક રીતે સાફ કરે છે. ગંદા આંગણામાં રંગોળી શોભતી નથી. મોદી સાહેબ લોકોના દિલમાં સપનાઓની રંગોળી પૂરે છે પણ લોકોના દિમાગમાં જામેલા પાર વિનાની અબૌદ્ધિક્તાના જાળા સાફ ન થાય ત્યાં સુધી તેમનો ઉદ્ધાર થઈ શકવાનો નથી. “અચ્છે દિન” કોઈ પણ નેતા લાવી શકે પણ લોકો સારા અને સાચા વિચારો અપનાવશે નહીં તો આપમેળે અચ્છે દિન આવી જવાના નથી.

ભીખારી અને ભીખારીવૃત્તી

–સખા બોરડ જેટલા ભીખારીઓ આપણા દેશમાં છે તેટલા દુનીયાના બીજા કોઈ દેશમાં નથી. આનું કારણ આપણી વીપુલ જનસંખ્યા માનવામાં આવે છે. પરન્તુ અસલ કારણ તો આપણા દેશની ધાર્મીક અને આર્થીક પરીસ્થીતી છે કે જે માત્ર ભીખારીઓની સંખ્યા જ વધારતી નથી; પણ તેને પ્રોત્સાહન પણ આપે છે. વસતી ચીનની પણ વધુ છે; પણ ત્યાં ભીખ માંગવા […]

ભીખારી અને ભીખારીવૃત્તી